પ્રયાગરાજ - Softcover

Shiv, Ankit Chaudhary; Shah, Kaushik

 
9798230496472: પ્રયાગરાજ

Synopsis

એક કરતાં અનેક લાગણીઓ મળે ત્યારે એક માનવીય હૃદયનું સર્જન થાય છે. એમ એક કરતાં અનેક લેખક મળે ત્યારે એક દિવ્ય સર્જન થાય છે. મેં અને કૌશિકભાઈએ એક શમણું જોયું, જેને અમે "અંતરનાદ" કાવ્યસંગ્રહ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ રૂપે સાકાર કર્યું. અંતરનાદ કાવ્યસંગ્રહના દરેક ભાગને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો. નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપના નામે મોરપંખ સમાન "અંતરનાદ" કાવ્યસંગ્રહ અંકિત થયેલ છે. જેમાં એક નવીન પંખ રૂપે "પ્રયાગરાજ" વાર્તાસંગ્રહ ઉમેરાવા જઈ રહ્યો છે. જે માત્ર એક પુસ્તક નથી પણ 49 લેખકોનું વાર્તારૂપી ગઠબંધન છે. જે અનેક લાગણીઓથી જોડાયેલું છે. જેમાં સમાવેશ વાર્તાઓ જિંદગીના તમામ રંગોથી આપણાં અંતરમનને ભીંજવનારી છે. પોતાના જ પરિવારના પ્રેમ માટે તરસતી સિતારાની ઇન્દ્રધનુંને પાર જિંદગી જોવાની ઇચ્છા, લવજેહાદનો શિકાર બનતાં બચતી સલોની, ભૂતકાળને ભૂલીને શુભદાનું આગળ વધવાનું સાહસ, પ્રેમની પરિભાષા સમજાવતા સચિના સસરાનો ચિંતારૂપી સાથ, રહસ્યમય તળાવના રોમાંચક રહસ્યનો ખુલાસો, નંદીનીના જીવનનો એક નવો અધ્યાય, શમણાંની પરીને શોધતી સૌમિનની વાંસળીની ધૂન, મુદીતાનો આંગળિયાત પ્રમેય સાથે ઘરનાં આંગણામાં પ્રવેશ, પોતાનાં ખાતર મહિપતરાયનું બધું છોડી દેવાનો કપરો નિર્ણય, હિરલ અને અર્પણા વચ્ચેની સંધિ, સમજુની સમજદારી, શર્વરીનો નિર્ણય, પ્રેમરૂપી બળાત્કાર, અસદ્દલક્ષ્મીની લાલચમાં ફસાયેલો પંડિત, જનેતા, અશુદ્ધ પ્રેમ જેવી અનેક વાર્તાઓ સમાવતો વાર્તાસંગ્રહ. પાણીની એક એક બુંદમાં જેમ સરોવરને છલકાવવાની શક્તિ છુપાયેલી છે, તેમ એક કલમકારની કલમમાંથી નીકળતી શબ્દોની ધારા દરેક અંતરમનને પ્રજ્વલિત કરનારી છે. લેખકો દ્વારા વાર્તાનું સર્જન કરવામાં આવ્યું અને કંઇક નવીન કરવાના હેતુથી અમે તેને ઓડિયો રૂપે રેકોર્ડ કરવાનું નક્કી કર્યું. જેમાં વોઇસ ઓવર આર

"synopsis" may belong to another edition of this title.